15મી ઓગસ્ટ 2023 સ્વાતંત્ર્ય દિવસ
77મા સ્વાતંત્ર્ય પર્વ આઝાદી કા અમૃત મહોત્સવ અને "મારો દેશ મારી માટી" નાં પ્રસંગે પ્રાથમિક શાળા અજુપુરામાં 15 મી ઑગસ્ટ ની ઉજવણી કરવામાં આવી. આજનાં પ્રસંગે પૂર્વ સરપંચશ્રી પુષ્પરાજભાઈ,એસ. એમ સી અધ્યક્ષ નરેન્દ્રભાઇ, સભ્યશ્રીઓ,દૂધ મંડળી ચેરમેનશ્રી કાભાઇભાઈ , સેક્રેટરી શ્રીજગદીશભાઇ , અતિથિ વિશેષ નિશાંત આઈ હોસ્પીટલના ડૉ. બીપીનભાઈ પટેલ સાહેબ, શાળા પરિવાર નાં સભ્યો,વાલીશ્રીઓ તથા ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં.
ધ્વજવંદન વિધિ બાદ મહેમાનોનું સ્વાગત પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું. અતિથિ વિશેષનું સન્માન શોલ અને પુષ્પગુચ્છ દ્વારા કરવામાં આવ્યું.
વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ ગીત રજૂ કરવામાં આવ્યા. ધોરણ 6 થી 8 ની બાળાઓએ દેશભક્તિ ગીત પર પોતાનો અભિનય રજૂ કર્યો .
શાળામાં બી. એડ. ના તાલીમાર્થીઓમાંથી રોનીતભાઈ અને સ્નેહાબેન દ્વારા દેશભક્તિ ગીત રજૂ કરવામાં આવ્યું.
શાળામાં ધોરણ 3 થી 8 માં પ્રથમ આવેલ વિદ્યાર્થીઓનું સન્માન રણજીતભાઈ પરમાર દ્વારા કરવામાં આવ્યું.
શાળામાં વર્ષ 2022-23 માં જ્ઞાન સાધના પરીક્ષામાં મેરીટમાં આવેલ વિદ્યાર્થી માનવકુમાર મહેશભાઇ પરમારનું સર્ટિફિકેટ આપી સન્માન કરવામાં આવ્યું .
શાળાના શિક્ષિકા "હેતલબેન પરમાર"ને 'પ્રતિભાશાળી શિક્ષક;' તરીકે સર્ટિફિકેટ અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું.
આજના કાર્યક્રમના અંતે દરેક વિદ્યાર્થીઓને પફ ,ચોકલેટ તથા બિસ્કીટ નું વિતરણ કરવામાં આવ્યું જેના દાતા રાજુભાઇ અને તેમના મિત્રો પફ ના દાતા તથા બિસ્કીટ વિતરણ અજુપુરા દૂધ ઉત્પાદક મંડળી દ્વારા તથા બુંદી અને સેવના ફૂડ પેક્ટનું વિતરણ ડૉ. બીપીનભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું...સૌનો ખૂબ ખૂબ આભાર.
વાલી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાળકોના વાલીઓ એસએમસી સભ્યો વડીલ વ્યક્તિઓ ઉપસ્થિત રહ્યા હતા શાળાના આચાર્યશ્રી અને એસએમસીના સભ્યો દ્વારા સમગ્ર સ્કૂલ ડેવલપમેન્ટ પ્લાન વિશેની ચર્ચા કરવામાં આવી. ત્યારબાદ વાલીઓ સાથે બાળકોને નિયમિત શાળાએ મોકલે તેવું જણાવવામાં આવ્યું .શાળા કક્ષાએ ભૌતિક જરૂરિયાતો વિશે પણ ચર્ચા કરવામાં આવી. બાળકોના શિક્ષણ પર વાલીઓ પૂરતું ધ્યાન આપે અને શાળા તથા સ્ટાફને વાલીઓ દ્વારા સહકાર મળી રહે તેની ચર્ચા કરવામાં આવી. છેલ્લે શાળામાં પધારેલા સરપંચ શ્રી વાલીઓ એસએમસી સભ્યોનો આભાર માની કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો.
15મી ઓગસ્ટ 2022 સ્વાતંત્ર્ય દિવસ
76મા સ્વાતંત્ર્ય પર્વ આઝાદી કા અમૃત મહોત્સવ નાં પ્રસંગે પ્રાથમિક શાળા અજુપુરામાં 15 મી ઑગસ્ટ ની ઉજવણી કરવામાં આવી. આજનાં પ્રસંગે પૂર્વ સરપંચશ્રી પુષ્પરાજભાઈ, માજી સરપંચશ્રી દામાભાઈ , એસ. એમ સી અધ્યક્ષ રાજેશભાઇ, સભ્યશ્રીઓ,દૂધ મંડળી ચેરમેનશ્રી કાભાઇભાઈ , સેક્રેટરી શ્રી, ગામના ડૉ. પરસોત્તમભાઈ , શાળા પરિવાર નાં સભ્યો,વાલીશ્રીઓ તથા ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં.
ગામનાં અગ્રગણ્ય નાગરિક, વીરલ દાતા શ્રી ડૉ.પરસોત્તમભાઈ તરફથી શાળાને 10 ખુરશીઓ તથા દિલીપભાઈ શાહ તરફ થી 5 ખુરશી તથા કૌશલભાઈ પરમાર તરફથી 5 ખુરશી અને એસ.એમ.સી. અજુપુરા ના તમામ સભ્યો તરફથી 10 ખુરશી નું દાન કુલ 30 ખુરશીનું દાન મળેલ છે..દાતા શ્રી નો ખૂબ ખૂબ આભાર...
આજના કાર્યક્રમના અંતે દરેક વિદ્યાર્થીઓને પફ ,ચોકલેટ તથા બિસ્કીટ નું વિતરણ કરવામાં આવ્યું જેના દાતા રાજુભાઇ અને તેમના મિત્રો પફ ના દાતા તથા બિસ્કીટ વિતરણ અજુપુરા દૂધ ઉત્પાદક મંડળી દ્વારા તથા ચોકલેટ દિવ્યાબેન પ્રણામી દ્વારા કરવામાં આવ્યું...સૌનો ખૂબ ખૂબ આભાર.
એસએમસી સભ્યો ગામના લોકોએ હાજરી આપી હતી. ગામના સરપંચ શ્રી દ્વારા ધ્વજ ફરકાવવામાં આવ્યો અને રાષ્ટ્રગીતો નું ગાન કરાવવામાં આવે ત્યારબાદ બાળ સંસદના મહામંત્રી દિવ્યાબેન દ્વારા 15 મી ઓગસ્ટ વિશે વક્તવ્ય રજૂ કર્યું હતું. ત્યારબાદ ધોરણ આઠની વિદ્યાર્થીનીઓએ ડાન્સ રજૂ કર્યો હતો. આચાર્યશ્રી દ્વારા પણ 15 મી ઓગસ્ટ વિશે માહિતી આપવામાં આવી હતી ત્યારબાદ વિદ્યાર્થીઓને ડેરી દ્વારા નાસ્તો આપવામાં આવ્યો હતો. ત્યારબાદ વાલી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાળકોના વાલીઓ એસએમસી સભ્યો વડીલ વ્યક્તિઓ ઉપસ્થિત રહ્યા હતા શાળાના આચાર્યશ્રી અને એસએમસીના સભ્યો દ્વારા સમગ્ર સ્કૂલ ડેવલપમેન્ટ પ્લાન વિશેની ચર્ચા કરવામાં આવી. ત્યારબાદ વાલીઓ સાથે બાળકોને નિયમિત શાળાએ મોકલે તેવું જણાવવામાં આવ્યું .શાળા કક્ષાએ ભૌતિક જરૂરિયાતો વિશે પણ ચર્ચા કરવામાં આવી. બાળકોના શિક્ષણ પર વાલીઓ પૂરતું ધ્યાન આપે અને શાળા તથા સ્ટાફને વાલીઓ દ્વારા સહકાર મળી રહે તેની ચર્ચા કરવામાં આવી. છેલ્લે શાળામાં પધારેલા સરપંચ શ્રી વાલીઓ એસએમસી સભ્યોનો આભાર માની કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો.