બાલવૃંદ એટલે શું ?
બાલવૃંદ એટલે શાળામાં ધોરણવાર, શૈક્ષણિક તેમજ સહ શૈક્ષણિક પ્રવૃતિઓમાં વિદ્યાર્થીઓને તેમના રસ-રુચિ મુયાજ્બ ક્ષમતાના ધોરણે વિવિધ જૂથમાં વિભાજીત કરી વર્ષ દરમિયાન વિવિધ પ્રવૃતિઓ અને સ્પ્ર્ધાઓ કરાવી તેઓની સક્રિયતા વધારવા માટેની વ્યવસ્થા.
બાલવૃંદ એ શાળામાં નવી રીતે ભણાવવા માટે નહી પણ શાળામાં રોજબરોજ ની શૈક્ષણિક અને સહશૈક્ષણિક પ્રવૃતિઓમાં વિદ્યાર્થીઓને જૂથકાર્યમાં વધુ સક્રિયતાથી સાંકળવા માટેની પ્રવિધિ તરીકે જોવામાં આવશે.
શાળાના ધોરણ 3 થી 8 ના તમામ બાળકો જૂથમાં વહેચાય અને આ જૂથ મુજબ વર્ગખંડમાં અને શાળાકીય પ્રવૃતિઓમાં તેઓ ભાગ લે એવી વ્યવસ્થા એટલે બાલવૃંદ.
બાળકોની જૂથમાં રહેવાની સહજ વૃતિ અને અલગ જૂથ વચ્ચે થનાર હકારાત્મક તંદુરસ્તી આંતરસ્પર્ધાને લીધે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ થશે.
કામગીરી વ્યવસ્થાપન :
બાલવૃંદના તમામ જૂથના વિદ્યાર્થીઓને વિવિધ પ્રવૃતિઓમાં જોડવામાં આવશે.
આ પ્રવૃતિઓ શૈક્ષણિક તેમજ સહ -શૈક્ષણિક પ્રવૃતિઓ હશે. જેમાં વિદ્યાર્થીઓને તેમની પસંદગી,રસ-રૂચિ અનુસાર જોડવામાં આવશે.
વર્ગખંડ તેમજ શાળા વ્યવસ્થાપનને લગતી કેટલીક જવાબદારીઓ પણ સોંપવામાં આવશે.
દર 15 દિવસે આ તમામ કામગીરી એક રોટેશન મુજબ સોંપવામાં આવશે. જેથી તમામ જૂથને દરેક પ્રકારની શાળાકીય પ્રવૃતિઓમાં સક્રિય બનાવાની તક મળે.
જૂથ પ્રતિનિધિ :
બાલવૃંદમાં યોગ્યતા માપદંડ અથવા અન્ય લોકતાંત્રિક વ્યવસ્થાની પ્રક્રિયાના આધારે જૂથ પ્રતિનિધિની પસંદગી કરવાં આવશે.
જે તે પ્રવૃતિની જરૂરિયાત મુજબ જૂથ પ્રતિનિધિ પસંદ કરવામાં આવશે. જેથી મહત્તમ બાળકોની જવાબદારી લેવાની અને નિભાવવાની તક મળશે.
વર્ષ : 2022-23 માટે જૂથ :