તા: 1/10 /2023
વાર:રવિવાર
પ્રાથમિક શાળા અજુપુરા આણંદમાં સ્વચ્છતા હી સેવા અંતર્ગત "એક તારીખે એક કલાક"સ્વચ્છતા ઝુંબેશ. મહાત્મા ગાંધીજીની જન્મજયંતી 2 ઓકટોબર ના એક દિવસ અગાઉ તારીખ 1/10/2023ને રવિવારના રોજ સવારે 10:00 થી 11:00 એક કલાક સ્વચ્છતા હિ સેવા અંતર્ગત "એક તારીખે એક કલાક"...સેવા શ્રમદાનનું આયોજન કરવામાં આવ્યું હતું.
સ્વચ્છતા કાર્યાજંલીને અમલી બનાવવા માટેના માન વડાપ્રધાનશ્રીના આગ્રહભર્યા આદેશ અનુસાર આજરોજ અજુપુરા ગામમાં તલાટીશ્રી,શાળાના તમામ શિક્ષકો, વિદ્યાર્થીઓ, એસ. એમ. સી. અધ્યક્ષશ્રી નરેન્દ્રભાઇ તથા સભ્યો, વાલીઓ તેમજ ગ્રામજનો મહાશ્રમદાન કાર્યક્રમમાં ઉપસ્થિત હતા.સૌ પ્રથમ શપથ શ્રી ફાલ્ગુનીબેન પટેલ દ્વારા લેવાડાવવામાં આવી હતી.શાળાને સંપૂર્ણ બારીકાઈથી સફાઇ, શાળાની બહાર રસ્તાની સફાઇ,પીવાના પાણીની સ્વચ્છતા વગેરે જગ્યાની સફાઇ સૌએ ખૂબ જ ઉત્સાહથી કરી હતી. શાળા દ્વારા સફાઇના સાધનોની જોગવાઈ કરવામાં આવી હતી. હાજર રહેલ કુલ 50 થી વધુ વ્યક્તિઓ અને વિદ્યાર્થીઓ અને શિક્ષકો મળીને 158 દ્વારા 208 થી વધુ કલાકનું શ્રમદાન કરવામાં આવ્યું હતું. સમગ્ર આયોજન તલાટી શ્રી આકાશભાઈ, ગામના યુવા નાગરિક નિરાવભાઈ પટેલ, હર્ષિતભાઈ પટેલ, જીગ્નેશભાઈ પટેલ, અને શાળાના મુખ્ય શિક્ષકશ્રી કમલેશભાઇ શાહએ કર્યું હતું.