તારીખ : 07-12-2024
નર્સરી ફાર્મ મુલાકાત
પ્રિ- વૉકેશનલ( 10 બેગ્લેસ ડે ની પ્રવૃત્તિ) અંતર્ગત નર્સરી ફાર્મ ની મુલાકાત નો અહેવાલ
તારીખ 7/ 12/2024 ના રોજ અજપુરા પ્રાથમિક શાળામાં 10 બેગલેસ ડે અંતર્ગત શાળા બહારની પ્રવૃત્તિમાં નર્સરી ફાર્મ ની મુલાકાત નું આયોજન કરવામાં આવ્યું હતું.
શાળામાંથી ધોરણ 6 થી 8 ના બાળકોને 8:00 કલાકે ‘હનુમાન નર્સરી ફાર્મ’નીમુલાકાતે લઈ જવામાં આવ્યા હતા. બાળકોની સાથે આચાર્યશ્રીકમલેશભાઈ તથા ધોરણ 6 થી 8 ના શિક્ષિકા બહેનો સાથે હતા.
આપણે જાણીએ છીએ કે ગુજરાતના ખેડૂતો હવે ખેતીની પદ્ધતિમાં બદલાવ કરી રહ્યા છે અને એમાં સફળતા પણ મેળવી રહ્યા છે ત્યારે સાદાના પૂરા ગામના ખેડૂત શ્રી અતુલભાઇએ નેટ હાઉસની મદદથી કાકડીનું સફળ વાવેતર કરી બતાવ્યું છે. ખેડૂત શ્રી અતુલભાઇએ સૌપ્રથમ તેમનો પરિચય આપ્યો હતો .અને બાળકોને તેમના સહાયક મિત્રો તથા ખેત કામદારોની મદદથી પોતાના ફાર્મમાં ટામેટાં ના ,કોબીજના, હજારીગલ ફૂલોના તથા અન્ય શાકભાજીના જે ધરૂ તૈયાર કર્યા હતાં તેની મુલાકાત પણ કરાવી હતી .તેમણે બાળકોને આ ખેતી પદ્ધતિમાં કઈ સિંચાઈની પદ્ધતિ અપનાવી છે તે પણ સમજાવ્યું હતું. ઓછા પાણીની મદદથી વધુ સારું ઉત્પાદન મેળવી શકાય તેવી ટપક સિંચાઈ પદ્ધતિ અને ફૂવારા પદ્ધતિનો તેમણે અહીં ઉપયોગ કરેલો હતો. જેના વિશે બાળકોને તેમણે વિગતે સમજાવ્યું હતું.તદુપરાંત શ્રી અતુલભાઈએ પોલીહાઉસ, નેટ હાઉસ અને ગ્રીન હાઉસ વચ્ચેનો ભેદ પણ વિદ્યાર્થીઓને સમજાવ્યો. ખેત સિંચાઈ પદ્ધતિમાં ઓછા પાણીના વપરાશ ની મદદથી વધુ ઉત્પાદન મેળવી શકાય તેમની વિગતે સમજ આપી હતી.
વિદ્યાર્થીઓએ પૂછેલા પ્રશ્નોના જવાબમાં અતુલભાઈએ જણાવ્યું હતું કે આ નેટ હાઉસની ખેતી માટે સૌપ્રથમ તેમને ટ્રેનિંગ મેળવી હતી અને ત્યારબાદ બાગાયત વિભાગ દ્વારા રાજ્ય અને કેન્દ્ર સરકાર તરફથી ખેતી માટે જે સહાય મળે છે (નેટ હાઉસ કરવા માટે) તેની પણ તેમણે બાળકોને માહિતી અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે સરકાર દ્વારા મળતી સહાય થકી તેમને આર્થિક રીતે મદદ થઈ અને નેટ હાઉસ દ્વારા ખેતી કરી સારી આવક મેળવે છે. ૨૦ % પાણી વપરાશમાં જ સારી રીતે ખેતીમાં વધુ ઉત્પાદન તેઓ મેળવી શકે છે. જિલ્લા ચાલુ ખેતી કરતા નેટ હાઉસ દ્વારા ખેતી કરવામાં આવે તો દસ ગણું ઉત્પાદન વધુ મેળવી શકાય છે તેવું તેમણે સમજાવ્યું હતું. પોતાની શાળામાં ‘કિચન ગાર્ડન’ બાળકો સારી રીતે તૈયાર કરી શકે તેની વિશેષ સમજ આપી હતી.
અંતે શ્રી અતુલભાઇ દ્વારા તમામ બાળકોને નાસ્તો આપવામાં આવ્યો હતો. શાળાના આચાર્યશ્રી દ્વારા શ્રી અતુલભાઇ તથા તેમના સાથે કામ કરતા સર્વેનોહૃદય પૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. અંતે વાહનમાં બેસી સૌ અજુપુરા પ્રાથમિક શાળામાં 11:00 કલાકે પહોંચી ગયા હતા. આ મુલાકાત દ્વારા વિદ્યાર્થીઓ ખેતી માટેની આધુનિક પદ્ધતિથી માહિતગાર થયા અને વધુ જાણકારી મેળવી શક્યા.