તારીખ 17-08-2024
લઘુ ગૃહઉધોગકારની મુલાકાત (રંગોળી ડિઝાઇન
તા: ૧૭/૮/૨૦૨૪
વાર: શનિવાર
આજ રોજ અમારી અજુપુરા પ્રાથમિક શાળા ખાતે 10 બેગ્લેસ દિવસ ની પ્રવૃત્તિઓ અંતર્ગત ઓગસ્ટ માસની પ્રવૃત્તિ-” ડિઝાઇનર રંગોળી તૈયાર કરવી “કરાવવામાં આવી હતી. આ પ્રવૃત્તિ દ્વારા વિદ્યાર્થીઓ લઘુ ગૃહ ઉદ્યોગ જેવા કે રંગોળી ની ડિઝાઇન તૈયાર કરી તેના દ્વારા રોજગારી મેળવી શકે તે આ પ્રવૃત્તિનો મુખ્ય હેતુ હતો.
સૌપ્રથમ આ પ્રવૃત્તિ માટે ડિઝાઇનર રંગોળી તૈયાર કરી રોજગારી મેળવનાર એવા લઘુ ગૃહ ઉદ્યોગ ચલાવતા શ્રીમતી દર્શનાબેન પટેલ નો સંપર્ક કરવામાં આવ્યો અને તેમના દ્વારા જરૂરી સાધન સામગ્રી અને વસ્તુઓ તૈયાર કરવામાં આવી આ ઉપરાંત વાલીઓ અને વિદ્યાર્થીઓને આ પ્રવૃત્તિ અને તેનાથી થનાર ફાયદાઓ વિશે સમજ આપવામાં આવી.
પ્રવૃત્તિના દિવસે ધોરણ છ થી આઠ ના શિક્ષકો ના સહયોગથી બાલ વૃંદના જૂથ પ્રમાણે વિદ્યાર્થીઓને જરૂરી સાધન સામગ્રી વહેંચવામાં આવી અને દર્શના બેને કેવી રીતે રંગોળી તૈયાર કરી શકાય તેના નમૂના બતાવી સમજ આપી, તેમજ આ પ્રવૃત્તિ દ્વારા ઘરે બેઠા કેવી રીતે રોજગાર મેળવી શકાય તેની પણ સમજ આપવામાં આવી. બાળકોએ દર્શનાબેનના માર્ગદર્શન હેઠળ નમુના પ્રમાણે પોતપોતાના જૂથમાં જૂથ કાર્ય દ્વારા ખૂબ સુંદર રંગોળી ની ડિઝાઇનના નમુના તૈયાર કર્યા હતા બાળકોએ ખૂબ ઝડપ થી અને ઉત્સાહપૂર્વક આ કાર્ય પૂર્ણ કર્યું હતું અને સુંદર એવી ડિઝાઇનર રંગોળીઓ તૈયાર કરી હતી.
બાળકોને આ પ્રવૃત્તિ દ્વારા પોતાની અંદર રહેલી આવડત અને હસ્તકલા નો ઉપયોગ કરીને કેવી રીતે રોજગારી મેળવી શકાય તે વિશે જાણકારી મળી હતી. આમ વ્યવસાયલક્ષી શિક્ષણના ભાગરૂપે અને બે ગ લેસ ડે ના ભાગરૂપે આ પ્રવૃત્તિ ખૂબ જ અસરકારક અને સફળ રહી હતી. પ્રવૃત્તિના પરિણામ સ્વરૂપ ઘણા બધા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓએ આ પ્રવૃત્તિમાં જોડાવાની અને રોજગાર મેળવવાની ઈચ્છા પ્રદર્શિત કરી હતી .