ચાલુ વર્ષે યોજાના G 20 દેશોની બેઠક સંદર્ભે અધ્યક્ષ સ્થાન ભારત પાસે છે. 1ડિસેમ્બર 2022 થી 30 નવેમ્બર 2023 સુધી ઉજવવામાં આવનાર છે. G 20 બેઠકની આ વર્ષની થીમ "વસુધૈવ કુટુંબકમ" છે. વર્ષ 2023માં જુદા જુદા કાર્યક્રમો યોજવામાં આવનાર છે. જે અંતર્ગત અમારી અજુપુરા પ્રાથમિક શાળામાં પણ એને લગતી વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવેલું છે
તારીખ 20/ 3 /2023 ને સોમવારના રોજ અમારી અજુપુરા પ્રાથમિક શાળામાં નિબંધ સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું. સૌપ્રથમ વિદ્યાર્થીઓને શિક્ષક દ્વારા g20 વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. નિબંધ સ્પર્ધા નું સમગ્ર આયોજન હેતલબેન દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં ધોરણ છ થી આઠ ના 20 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો તેના વિષય છે વસ્તી વધારો,પ્રદૂષણ અને ગ્લોબલ વોર્મિંગ જેવા વિષયો પર નિબંધ સ્પર્ધા યોજવામાં આવી હતી દરેક વિદ્યાર્થીઓએ ખુબ જ સરસ નિબંધો લખ્યા હતા. આગામી સમયમાં આવનારી મુશ્કેલીઓ વિશે પોતાના વિચારો પણ લખ્યા હતા . નિબંધ સ્પર્ધામાં ત્રણ નંબર આપવામાં આવ્યા હતા જેમાં સૌપ્રથમ નંબર ધોરણ 8 ખુશીખાતૂન ઝફરુલ્લાહ અન્સારી દ્વિતીય નંબરે ધોરણ 6 નિખત ખાતૂન જફરુલ્લા અન્સારી અને તૃતીય નંબરે દીયાબેન દિવ્યેશભાઈ પટેલ નો આવ્યો હતો. ત્રણેય વિદ્યાર્થીઓને આચાર્યશ્રી દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા અને ઇનામ પણ આપવામાં આવ્યું હતું.
અહેવાલ લખનાર
પટેલ ફાલ્ગુનીબેન આઈ
આ વર્ષે G20 સમિટ ભારતની અધ્યક્ષતામાં નવી દિલ્હી ખાતે યોજાનાર છે..જેના ઉપલક્ષમાં આજ રોજ અમારી અજુપુરા પ્રાથમિક શાળા ખાતે G20 સમિટ ની ઉજવણી ના ભાગરૂપે પોસ્ટર મેકિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ સ્પર્ધામાં ધોરણ 6 થી 8 ના કુલ 20 વિદ્યાર્થી ઓએ ભાગ લીધો હતો..સ્પર્ધાનો વિષય હતો:" વૈશ્વિક સમસ્યાઓ". આ વિષય પર વિદ્યાર્થીઓએ સુંદર ચિત્રો દોર્યા હતા .અને રંગપુરણી કરી હતી..સ્પર્ધાના નિર્ણાયક શ્રી શેરોનબેન દ્વારા બાળકો ને નંબર આપવામાં આવ્યા હતા..જે નીચે મુજબ છે.
પ્રથમ–ધોરણ 6- નિખત બેન
દ્વિતીય– ધોરણ 7-કૃપાબેન
તૃતીય–ધોરણ 7-યશકુમાર
આમ બાળકોની કલાનો પરિચય આપતી આ સ્પર્ધાનું આયોજન ખૂબ સફળ રહ્યું હતું.
તા:25/03/2023
વાર:શનિવાર
G20 સમિટ ની સ્પર્ધાઓ ના ઉપક્રમે અમારી પ્રાથમિક શાળા અજુપુરા માં આજ રોજ રંગોળી સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓએ જૂથમાં ભાગ લીધો હતો.કુલ 6 જૂથોએ સ્પર્ધામાં ભાગ લીધો હતો.. સ્પર્ધાના વિષયો હતા: પ્રદુષણ,કોરોના મહામારી,વૈશ્વિક સમસ્યાઓ.જેમાંથી વિદ્યાર્થીઓએ પોતાના મનગમતા વિષય પસંદ કરી રંગોળી સ્વરૂપે પોતાની કલા નો પરિચય આપ્યો હતો..જુદા જુદા રંગો તેમજ ફૂલો અને અન્ય વસ્તુઓનો ઉપયોગ કરીને બનાવેલ રંગોળી ખૂબ જ સુંદર અને આકર્ષક લાગતી હતી..સૌ બાળકો અને શિક્ષકોએ પણ રંગોળી નિહાળી હતી અને બાળકોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.સ્પર્ધાને અંતે નિર્ણાયકશ્રી શેરોનબેન દ્વારા બાળકોને નંબર આપવામાં આવ્યા હતા. જેમાં પ્રથમ નંબર ધોરણ 6, દ્વિતીય નંબર ધોરણ 7 અને તૃતીય નંબર ધોરણ 8 ના બાળકો એ મેળવ્યો હતો..સૌએ વિજેતા બાળકોને અભિનંદન પાઠવ્યા હતા.