તારીખ: 9/07/2025
આજ રોજ પ્રાથમિક શાળા અજુપુરામાં ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓ માટે “લાઇફ સ્કિલ બાળમેળો” નું આયોજન કરવામાં આવ્યું. બાળકોએ જીવના ઉપયોગી કૌશલ્યોનો અનુભવ પ્રાપ્ત કરે અને જીવનમાં ઉપયોગી બનતી કુશળતાઓ આત્મસાત કરે એ હેતુથી આ કાર્યક્રમ યોજાયો હતો. સમગ્ર કાર્યક્રમ ત્રણ વિભાગમાં વિભાજિત કરવામાં આવ્યો હતો.
વિભાગ - 1 : શિક્ષક: હેતલબેન પરમાર
વિદ્યાર્થીઓને પરંપરાગત અને નવીન કળાની જોડાણથી જુની બંગડી અને દોરીઓની મદદથી વિવિધ પ્રકારના સુશોભન ચીજવસ્તુઓ બનાવવી શીખવવામાં આવી. સાથે સાથે ભારતીય હસ્તકલા વિશે પણ સમજ આપવામાં આવી. આ પ્રવૃત્તિથી બાળકોમાં સર્જનાત્મકતા, ધીરજ અને સંકલનશીલતા વિકસાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો.
વિભાગ - 2 : ટેક્નોલોજી વિભાગ – શિક્ષક: શેરોનબેન પરમાર
આ વિભાગમાં વિદ્યાર્થીઓએ Microsoft Word માં Bio Data અને Leave Application જેવી જીવન ઉપયોગી ફોર્મેટ લખવાનું શીખ્યું. ઉપરાંત, શિક્ષક દ્વારા વિવિધ શૈક્ષણિક એપ્લિકેશન્સ જેમ કે G-Shala અને DIKSHA વિષે વિસ્તૃત માહિતી આપવામાં આવી. એપ્લિકેશન્સના ઉપયોગથી વિદ્યાર્થીઓના અભ્યાસમાં ટેક્નોલોજી કેવી રીતે મદદરૂપ બને એ અંગે સમજણ વધારવામાં આવી.
વિભાગ - 3 : શિક્ષક: ફાલ્ગુનીબેન પટેલ
આ વિભાગમાં વિદ્યાર્થીઓને આંતરિક અને બાહ્ય રમતો સાથે ઓળખાણ કરાવવામાં આવી. જેમાં ચેસ, લુડો, કેરમ, વેપાર અને માઇન્ડ ગેમ્સ જેવી રમતોનો સમાવેશ થયો. આ રમતો દ્વારા બાળકોમાં સોંવિધાનશીલતા, નિર્માણશીલ વિચારશક્તિ અને ટીમ વર્ક જેવા ગુણોનો વિકાસ થવા પામ્યો.