અહેવાલ: આનંદદાયી શનિવાર કાર્યક્રમ
સ્થળ: પ્રાથમિક શાળા, અજુપુરા
તારીખ: 02/08/2025
પ્રાથમિક શાળા, અજુપુરા ખાતે તા. 02/08/2025 ના રોજ "આનંદદાયી શનિવાર" અંતર્ગત વિવિધ શૈક્ષણિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનું સફળ આયોજન કરવામાં આવ્યું.
કાર્યક્રમની શરૂઆત સવારે પ્રાર્થના સંમેલન સાથે કરવામાં આવી. ત્યારબાદ આચાર્યશ્રી શ્રી કમલેશકુમાર શાહ દ્વારા વિદ્યાર્થીઓને "સંવેદના" વિષયે સમજાવવામાં આવ્યું અને નૈતિક મૂલ્યોનું મહત્વ સમજાવાયું.
અત્રે ખાસ ઉલ્લેખનીય છે કે, આચાર્યશ્રીના માર્ગદર્શન હેઠળ "બાબો રમે, બેબી રમે..." બાળઅભિનય ગીત તમામ વિદ્યાર્થીોએ ઉત્સાહપૂર્વક રજૂ કર્યું. બાળકો દ્વારા કરવામાં આવેલ ભાતાંભાતના હાવભાવ અને અભિનયથી સમગ્ર વાતાવરણ માણનિય અને આનંદદાયી બની ગયું.
તત્પશ્ચાત વંદે માતરમ્ ગીતનો રાગ, ઢાળ સાથે વિદ્યાર્થીઓને શીખવવામાં આવ્યું.
પ્રાર્થના સંમેલન બાદ વર્ગવાર નીચે મુજબની પ્રવૃત્તિઓ યોજાઈ:
🔸 બાલવાટિકા વિભાગ:
શિક્ષિકા શ્રીમતી શીરીનબેન દ્વારા અડધા અને આખાની ઓળખ અંગે રમૂજી અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ કરાવવામાં આવી.
🔸 ધોરણ ૧ અને ૨:
શિક્ષિકા શ્રીમતી સાઝીયાબેન દ્વારા વિદ્યાર્થીઓને ગામની ડેરી અને દવાખાનાની શૈક્ષણિક મુલાકાતે લઈ જવામાં આવ્યા. વિદ્યાર્થીઓએ ત્યાં મળતી સેવાઓ અને વ્યવસ્થાઓને નજરે જોઈને વ્યવહારિક જ્ઞાન મેળવ્યું.
🔸 ધોરણ ૩ થી ૫:
શિક્ષિકા શ્રી કલ્પનાબેન અને રીટાબેનના માર્ગદર્શન હેઠળ રક્ષાબંધનને અનુરૂપ રાખડી બનાવવાની પ્રવૃત્તિમાં વિદ્યાર્થીઓએ સુંદર અને રંગીન રાખડીઓ બનાવીને સર્જનાત્મકતા દર્શાવી.
🔸 ધોરણ ૬ થી ૮:
વિદ્યાર્થીઓ માટે દેશભક્તિ ગીત અને બાળગીત ગાવાની પ્રવૃત્તિ યોજવામાં આવી. બાળકોએ જુદા જુદા દેશભક્તિ ગીતો ભાવભીની રજૂઆત સાથે રજૂ કરીને શાળાના વાતાવરણમાં ઊર્જા ભરી દીધી.
આ રીતે સમગ્ર શાળાએ ઉત્સાહ અને નિષ્ઠાથી ભાગ લઈ એક શ્રેષ્ઠ અને યાદગાર આનંદદાયી શનિવાર સફળતાપૂર્વક ઉજવાયો.
🏁 આચાર્યશ્રી દ્વારા અભિનય ગીત અને વંદેમાતરમ ગીત અને સંવેદના વિષે માર્ગદર્શન
🏁 બાલવાટિકા વિભાગ:
શિક્ષિકા શ્રીમતી શીરીનબેન દ્વારા અડધા અને આખાની ઓળખ અંગે રમૂજી અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ કરાવવામાં આવી.
🏁 ધોરણ ૧ અને ૨: