ગામનો પરિચય :
ગામનું નામ :- અજુપુરા, તા.જિ. આણંદ, પીન: ૩૮૮૩૬૦
ગામની વસ્તી :- પુરુષ + સ્ત્રી = કુલ
૭૪૦ + ૫૩૮ = ૧૨૭૮
ગામનો સાક્ષરતા દર : પુરુષ + સ્ત્રી = કુલ
૯૦.૧% + ૮૨.૪% = ૮૬.૭%
ગામની વસ્તી : મુખ્યત્વે
પટેલ..બ્રાહ્મણ..દરબાર...ખ્રિસ્તી....દેવીપૂજક ..
ગામનાં સરપંચ : હાલ શકુન્તલાબેન ઘનશ્યામભાઈ પટેલ : તલાટીશ્રી આકાશભાઈ ભટ્ટ
ગામમાં શૈક્ષણિક સુવિધા : આંગણવાડી કેન્દ્ર : ૩,
પ્રાથમિક શાળા : ૧
માધ્યમિક શાળા : ૧
ગામથી તાલુકાનું અંતર : ૧૦ કિમી.
ગામમાં જોવાલાયક સ્થળો : અજેય માતાનું મંદિર,
મહાદેવનું મંદિર.
ગામનો ઇતિહાસ :
અજુપુરા ગામ આણંદથી ૭ કિમી.દૂર આણંદ-ગોધરા રેલ્વે લાઈનની બાજુમાં વસેલુંછે. આ ગામમાં અજેયમાતાનું જૂનુંમંદિર આવેલું છે તે માતાના નામ પરથી ગામનું નામ અજેયપુરા પડ્યું.જે અત્યારે અજુપુરા નામથી જાણીતુંછે.
ગામમાંસૌ પ્રથમ પાટીદાર અને દરબાર લોકોએ વસવાટ શરૂ કર્યો હતો. ગામામાંઅજેય માતાના માંનીદાર સિવાય બીજા બે મંદિર જૂના છે જે બળીયાદેવ મંદિર અને નાગનાથ મહાદેવનાં મંદિર છે.
ગામમાં જૂના સમયે પાટીદાર લોકોએ બંધાયેલી ધર્મશાળા આવેલી છે. તે ઉપરાંત તળાવ પણ છે.
ગામમાં હાલમાં પટેલ,બ્રાહ્મણ,ખ્રિસ્તી તેમજ પરમાર જ્ઞાતિનાં લોકો રહે છે. તે ઉપરાંત તળપદા તેમજ ચૂનારા જ્ઞાતિના લોકો પણ જૂજ પ્રમાણમાં છે. ગામમાં બે-ત્રણ કુટુંબ વણઝારા લોકોના પણ છે. જે તેમના વ્યસાય અનુસાર સ્થળાંતર કરતા રહે છે.
ગામમાં રેલ્વે લાઈનના કારણે બે ભાગમાં વિસ્તરાયેલ છે. રેલ્વેલાઈન અંગ્રેજોના સમયમાં શરૂ થઇ હતી. તેવા વખતે મનોહરદાસ જીવણદાસ પ્રણામી જે અત્યારે ગામના અગ્રગણ્ય નાગરિક છે,તેમના દાદાએ અંગ્રેજોની મદદથી કરી હતી અને તેથી અંગ્રેજોએ તે ગામને તેમના નામ પરથી સાધુનાપુરા જાહેર કર્યુ.જે અત્યારે સદાનાપુરા પણ કહેવાય છે.
ગામના પાટીદાર સમાજના લોકો અત્યારે અમેરિકા,લંડન ,આફ્રિકા, દુબઈ વગેરે દેશોમાં જઈને વસ્યા છે. જે ગામની આગવી વિશેષતા છે.
ગામમાં પ્રાથમિક શાળાની શરૂઆત ઈ.સ. ૧૯૦૯ માં સપ્ટેમ્બર માસની પહેલી તારીખથી થયેલ છે. જે હાલમાં વર્ષ 2017-18ના વર્ષમાં નવી શાળાનું નિર્માણ થયેલ છે અને વિવિધ સુવિધાઓથી સજ્જ છે.દરેક વર્ગ ઇન્ટરનેટથી કનેક્ટ છે. ધોરણ 6 થી 8 માં ઇનટેક્ટિવ ટીવી સાથે નેટ અને ડિઝિટલ કન્ટેન્ટ પણ ઉપલબ્ધ છે. ગામમાં માધ્યમિક શાળા જૂન ૧૯૮૨ થી શરૂ થઇ. જે ગામની ધર્મશાળામાં તેનું શિક્ષણ-કાર્ય ચાલતું હતું.પરંતુ સને ૨૦૦૯ થી પ્રાથમિક શાળાની બાજુમાં તેના નવા મકાનનું નિર્માણ ગામના વડીલોના સહયોગથી કરવામાં આવ્યું .અત્યારે માધ્યમિક શાળા નવા મકાનમાં ચાલે છે.
ગામમાં ગ્રામ પંચાયત ઈ.સ. ૧૯૬૨માં શરૂ કરવામાં આવી. દૂધની ડેરની સ્થાપના ૨૧/૦૪/૧૯૪૯ થી થયેલ છે.તદુપરાંત પોસ્ટઓફીસની સ્થાપના ઈ.સ. ૧૯૫૫ થી થયેલ છે. હાલમાં પંચાયત ઘરનું પાકું મકાન છે તેમાં જ પોસ્ટઓફીસ પણ ચાલે છે. ગામમાં શાળાની સ્થાપના ગામના શિક્ષક શ્રી શંકરભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી.
ગામમાં રેલ્વે લાઈન ઈ.સ. ૧૯૦૦ થી શરુ થઇ હતી. બસની સુવિધા ઇસ. ૧૯૫૦થી અમલમાં આવી. ગામામાં પહેલી વહેલી સાઈકલ ઇસ.૧૯૩૦માં ખોડાભાઈ લલ્લુભાઈ પટેલનાં ઘરે આવી. મનોરંજન માટે રેડિયો સૌ પ્રથમ ઈ.સ. ૧૯૫૫માં ડી.એમ. પ્રણામીનાં ઘરે આવ્યો હતો. ગામમાં સૌ પ્રથમ ટેલીવિઝન દૂધ મંડળીમાં આવેલું હોવાનું ગામના નાગરીકો દ્વારા જાણવા મળેલ છે.
ગામ પ્રગતિશીલ બનેલ છે હાલમાં ગામમાં પાકા રસ્તાઓ આવેલા છે અને મોટાભાગના લોકો પાકા મકાનમાં રહે છે.
ગામનો નકશો :
અજુપુરા,આણંદ,ગુજરાત નક્શો
ગુગલમાં અજુપુરા ગામનો street 360 view :