તારીખ : 29-11-2024
વ્યવસાયકારની મુલાકાત (મીણબત્તી ઉદ્યોગ)
બેગલેસ ડે - દિવસ-૪
મીણબત્તી ગૃહઉધોગની સમજ
તા:૨૯/૧૧/૨૦૨૪
વાર: શુક્રવાર
આજરોજ અમારી અજુપુરા પ્રાથમિક શાળા ખાતે ૧૦ બેગ લેસ ડે ની વિવિધ પ્રવૃત્તિઓ અંતર્ગત દિવસ 4 ની પ્રવૃત્તિ કરાવવામાં આવી હતી.જેમાં મીણબત્તી બનાવવાનો વ્યવસાય કરતા શ્રી નિલેશભાઈ ને શાળામાં આમંત્રિત કરવામાં આવ્યા હતા .તેઓએ શાળાના વિદ્યાર્થીઓને મીણબત્તી બનાવતા શીખ વ્યુ હતું.
સૌપ્રથમ શાળાના આચાર્યશ્રી દ્વારા વિદ્યાર્થીઓને તેમની ઓળખાણ આપી શાળામાં તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું .ત્યારબાદ નિલેશભાઈએ મીણબત્તી બનાવવા માટેની જરૂરી સાધન સામગ્રી વિશે બાળકોને માહિતી આપી હતી. દરેક વસ્તુ ક્યાંથી મળે અને તેની કિંમત શું છે અને તેનો ઉપયોગ શું છે તે વિશે સમજ આપી હતી. ત્યારબાદ તેમણે લોખંડના બીબામાં અલગ અલગ પ્રકારની મીણબત્તીઓ કેવી રીતે બનાવી શકાય તે આખી પ્રવૃત્તિ નું નિદર્શન કરી સુંદર સમજ આપી હતી.
બાળકોએ તથા શિક્ષકોએ ખૂબ રસ પૂર્વક આ પ્રવૃત્તિમાં ભાગ લીધો હતો. તેમજ આ પ્રવૃત્તિને લગતા ઘણા પ્રશ્નો પણ વિદ્યાર્થીઓએ રજૂ કર્યા હતા ,જેના તેમને સંતોષકારક જવાબ પણ મળ્યા હતા.આમ બેગ લેસ ડે ની આ પ્રવૃત્તિ આનંદની સાથે રોજગારીની તકો વિશે સમજ આપનારી હતી.