21 જૂન વિશ્વ યોગ દિનની ઉજવણી :
વર્ષ 2015 થી તારીખ 21મી જૂન આખા વિશ્વમાં વિશ્વ યોગ દિવસ તરીકે મનાવવા માટે ભારત સરકાર દ્વારા પ્રસ્તાવ મૂકવામાં આવ્યો જેને 192 જેટલા દેશોએ સમર્થન આપ્યું જે અંતર્ગત આજે તારીખ 21 જૂન 2022 ના રોજ સમગ્ર વિશ્વના દેશો સાથે અમારી શાળા કક્ષાએ યોગ દિવસ ઉજવાયો. જેમાં શાળા પરિવારના તમામ વિદ્યાર્થીઓ, શિક્ષકો, ગામમાંથી પધારેલ બાળકોના વાલીઓ અને ગ્રામજનોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો .
યોગ દિવસ અંતર્ગત કાર્યક્રમની શરૂઆત નમસ્કાર મુદ્રા, પ્રાણ મુદ્રા, પૃથ્વી મુદ્રા જેવી વિવિધ ધ્યાન મુદ્રા દ્વારા કરાઈ. ત્યારબાદ ફાલ્ગુની બેને વિગતવાર સમજૂતી સાથે અનલોમ વિલોમ, ભ્રામરી કપાલભાતિ જેવા પ્રાણાયામ અને તાડાસન, વૃક્ષાસન, ત્રિકોણ આસન ,પદ્માસન,વક્રાસન, સવાસન વગેરે જેવા વિવિધ આસનો કરાવ્યા. ત્યાર બાદ હેતલબેન ને યોગના મહત્વ વિશે સમજાવ્યું અને કાર્યક્રમને સફળ બનાવવા માટે ઉપસ્થિત તમામ નો આભાર માન્યો.
સપ્ટેમ્બર માસ : સ્વચ્છતા પખવાડા :
સ્વચ્છતા પખવાડિયાનો સ્વચ્છતા શપથ નો અહેવાલ લેખન :
પ્રજાને સ્વચ્છતા પ્રતી જાગૃત કરવા ગુજરાત સરકારે નિર્મળ ગુજરાત અભિયાનની ઘોષણા કરી ગુજરાતની અનેક શાળાઓ કોલેજો તેમજ સેવાભાવી સંસ્થાઓ આ અભિયાનમાં જોડાઈ ગયા હતા. મહાત્મા ગાંધીજીના વિચારોને અનુસરીને તારીખ 1/9/2022 થી અમારી અજુપુરા પ્રાથમિક શાળામાં સ્વચ્છતા પખવાડિયા ની ઉજવણી કરવામાં આવી રહી છે જેમાં તારીખ 1/9/22 ને ગુરૂવારના રોજ સ્વચ્છતા શપથની પ્રવૃત્તિ કરાવવામાં આવી હતી.પ્રાર્થના સંમેલન બાદ ધોરણ-1 થી 8 ના વિદ્યાર્થીઓને શાળાના શિક્ષક મિત્રો ને પટેલ ફાલ્ગુનીબેન દ્વારા સ્વચ્છતા શપથ લેવડાવવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓને સ્વચ્છતા ની શરૂઆત પોતાનાથી પોતાના ઘરેથી પોતાની શેરીથી શરૂ કરે તો જ આ અભિયાન સાર્થક નીકળશે આપણે સૌ ભેગા મળી આવ્યા ને સાર્થક બનાવવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશું તેઓ સંકલ્પ પણ લેવડાવવામાં આવ્યો હતો.