તારીખ : 11-01-2025
માળીની મુલાકાત
વોકેશનલ બેગલેસ દિવસનો અહેવાલ (6 -દિવસ)
જાન્યુઆરી માસ
તારીખ- 11/ 1 /2025 ને શનિવારના રોજ અજુપુરા પ્રાથમિક શાળામાં વિવિધ વિષયોમાં સમાવિષ્ટ વિષયવસ્તુને આધારે બેગલેસ ડે ની પ્રવૃત્તિ કરવામાં આવી. અમારી આ પ્રવૃત્તિ શાળાના મેદાનમાં કરાવવામાં આવી હતી આગામી આયોજન અનુસાર જાન્યુઆરી માસમાં દ્વિતીય સત્રમાં વિષયવસ્તુને ધ્યાનમાં રાખી આ પ્રવૃત્તિ નું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રવૃત્તિના અમલીકરણ પૂર્વે તે પ્રવૃત્તિમાં કઈ કઈ વસ્તુઓની જરૂરિયાત છે તેની બાળકોની માહિતી આપવામાં આવી હતી. ધોરણ છ થી આઠ ના બાળકોને શાળાના મેદાનમાં બેસાડવામાં આવ્યા હતા. ત્યારબાદ આ પ્રવૃત્તિ કરાવવામાં આવી હતી આજની પ્રવૃત્તિમાં માળી શ્રી ઠાકોરભાઈ અને પૂનમભાઈ નો શાળાના આચાર્યશ્રી દ્વારા વિદ્યાર્થીઓને પ્રથમ પરિચય આપી શાળામાં તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ પૂનમભાઈ દ્વારા ફૂલો અને છોડની ડાળીમાંથી કઈ કઈ વસ્તુઓ બનાવી શકાય તેની માહિતી આપવામાં આવી સૌપ્રથમ ફૂલોમાંથી હાર કેવી રીતે બનાવી શકાય તેની સુંદર માહિતી આપવામાં આવી. ત્યારબાદ કલગી ,ગુલદસ્તા બનાવતા પણ શીખવાડવામાં આવ્યું હતું. ત્યારબાદ ચાર ગ્રુપ પાડવામાં આવ્યા પ્રથમ ગ્રુપને આસોપાલવમાંથી તોરણ બનાવ્યુ હતું. બીજા ગ્રુપને ફૂલ અને પાંદડામાંથી હાર બનાવતા શીખવ્યા, ત્રીજા ગ્રુપ એ કલગી બનાવી ચોથા ગ્રુપે બુકે બનાવ્યા. આમ ઠાકોરભાઈ અને પૂનમભાઈ સુંદર માર્ગદર્શન આપી રસ પૂર્વક પ્રવૃત્તિ કરાવી ત્યારબાદ આ ધંધામાં કઈ કઈ વસ્તુઓની જરૂર પડે છે અને તેમાંથી કેટલો નફો મેળવી શકાય તેનું પણ માર્ગદર્શન આપ્યું હતું આખી પ્રવૃત્તિનું નિર્દેશન દ્વારા સુંદર સમજ આપવામાં આવી હતી બાળકોએ તથા શિક્ષકોએ ખૂબ રસપૂર્વક આ પ્રવૃત્તિમાં ભાગ લીધો હતો આ પ્રવૃત્તિને લગતા ઘણા પ્રશ્નો પણ વિદ્યાર્થીઓ દ્વારા પૂછવામાં આવ્યા હતા જેના ઠાકોરભાઈ અને પૂનમભાઈએ સંતોષકારક જવાબ આપ્યા હતા વિદ્યાર્થીઓએ શાળામાં જ્યારે પણ કલગીઓની જરૂર પડશે ત્યારે વિદ્યાર્થીઓ જાતે બનાવશે તેવી તૈયારી બતાવી હતી આમ બેગલેસ દિવસની આ પ્રવૃત્તિ આનંદની સાથે રોજગારી મળી રહે તેવી હતી.