તા.11 ડિસેમ્બર, 2023ના રોજ મહાકવિ સુબ્રમણિયમ ભારતીના જન્મ જયંતિ નિમિત્તે સમગ્ર ભારતમાં ભારતીય ભાષા ઉત્સવ ઉજવાય તે માટે તમામ શાળાઓમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ.
"My Signature In My Mother Tongue" થીમ આધારિત દરેક શાળાઓ, કચેરીઓમાં 11 ડિસેમ્બરના રોજ પ્રવેશદ્વાર પર મોટા કેનવાસ પર, નોટબુકમાં, બ્લેકબોર્ડ પર અથવા અન્ય કોઇ રીતે તમામ પ્રવેશાં પોતાની માતૃ ભાષામાં સહી કરીને પ્રવૃતિઓ શરૂ કરાવવી.
. વિવિધ રાજયોની ભાષાઓ/સંસ્કૃતિ આધારિત સાંસ્કૃતિક કાર્યક્રમો, ક્વીઝ, કોયડાઓ, વાર્તાઓ, ગીતોનો કાર્યક્રમ.
શીઘ્ર વિષય સાથે ચિત્ર સ્પર્ધાઓ, વકતૃત્વ સ્પર્ધાઓ, ગાવન સ્પર્ધાઓનું આયોજન.
જુદી જુદી ભાષાઓ આધારિત ભાષાકિય રમતો અને મનોરંજનના કાર્યક્રમો.
વિવિધ ભાષાઓની ડોક્યુમેન્ટ્રી ફિલ્મ શોર્ટ ફિલ્મ જીવનચરિત્ર ફિલ્મના નિદર્શન.
વિવિધ ભાષાઓના વિસ્તાર આધારિત વિવિધ વાનગીઓના સ્ટોલ.
વિદ્યાર્થીઓને નવી નતી ભારતીય ભાષા બોલવાનો અને માણવાનો રોમાંચ અનુભવી શકે તે માટેના કોર્નર વિક્સાવવો.
ભારતની ભાષાના વિવિધ પાસાઓ (સંસ્કૃતિ, કલાઓ, પોશાક, રહેઠાળ, ખોરાક, વગેરે પર ચાર્ટ અને અન્ય પ્રદર્શનોનું પ્રદર્શન, લેખકો સાથે Interactive sessionના આયોજન, અન્ય સર્જનાત્મક કાર્યક્રમોનું આયોજન કરવાનું થાય છે.
અત્રેની શાળામાં પ્રાર્થના કાર્યક્રમ દરમિયાન ડિસેમ્બર માસમાં કરવામાં આવેલ જુદી-જુદી પ્રવૃતિઓ
‘ભારતીય ભાષા ઉત્સવ ઉજવણી ‘અંતર્ગત વિવિધ ભાષામાં ફૂલ વિશે બાળકો દ્વારા માહિતી આપવામાં આવી.
ધોરણ છ થી આઠ ના બાળકોએ ગુજરાતી ભાષા, સંસ્કૃત ભાષા, હિન્દી ભાષા, અંગ્રેજી ભાષા અને પંજાબી ભાષામાં કમળ વિશે માહિતી રજૂ કરી. આ પ્રવૃત્તિ દ્વારા બાળકો જુદી જુદી ભાષામાં ફૂલ વિશે માહિતી મેળવી શક્યા.
‘ભારતીય ભાષા ઉત્સવ ઉજવણી ‘અંતર્ગત વિવિધ ભાષામાં લોકગીત નું ગાન બાળકો દ્વારા રજૂ કરવામાં આવ્યા.
ધોરણ છ થી આઠ ના બાળકોએ ગુજરાતી ભાષા, રાજસ્થાનીભાષા, અને પંજાબી ભાષામાં લોકગીત રજૂ કર્યા .
આ પ્રવૃત્તિ દ્વારા બાળકો ને જુદી જુદી ભાષામાં લોકગીત જાણવા મળ્યા.
શાળામાં ‘ભારતીય ભાષા ઉત્સવ ઉજવણી ‘અંતર્ગત વિવિધ ભાષામાં સંખ્યાજ્ઞાન બાળકો દ્વારા રજૂ કરવામાં આવ્યું.
ધોરણ છ થી આઠ ના બાળકોએ ગુજરાતી ભાષા, તેલુગુ ભાષા, પંજાબી ભાષામાં , કન્નડ ભાષા, સંસ્કૃત ભાષા, ઉર્દૂ ભાષા, તમિલ ભાષા, અંગ્રેજીભાષા, અને હિન્દી ભાષા માં સંખ્યા રજૂ કરી .આ પ્રવૃત્તિ દ્વારા બાળકો ને જુદી જુદી ભાષામાં સંખ્યા કેવી રીતે બોલી શકાય તે જાણવા મળ્યું
‘ભારતીય ભાષા ઉત્સવ ઉજવણી ‘અંતર્ગત વિવિધ ભાષામાં સંવાદ બાળકો દ્વારા રજૂ કરવામાં આવ્યો.
ધોરણ છ થી આઠ ના બાળકોએ ગુજરાતી ભાષા, તેલુગુ ભાષા, પંજાબી ભાષામાં , મરાઠી ભાષા, હિન્દી ભાષા અને અંગ્રેજીભાષા માં સંખ્યા રજૂ કર્યા .આ પ્રવૃત્તિ દ્વારા બાળકો ને જુદી જુદી ભાષામાં સંવાદ કેવી રીતે બોલી શકાય તે જાણવા મળ્યું.
શાળામાં ‘ભારતીય ભાષા ઉત્સવ ઉજવણી ‘અંતર્ગત વિવિધ ભાષામાં શાકભાજી ના નામ બાળકો દ્વારા રજૂ કરવામાં આવ્યા.
ધોરણ છ થી આઠ ના બાળકોએ ગુજરાતી ભાષા, તેલુગુ ભાષા, પંજાબી ભાષામાં , મરાઠી ભાષા, હિન્દી ભાષા અને અંગ્રેજીભાષા માં શાકભાજી ના નામ રજૂ કર્યા .આ પ્રવૃત્તિ દ્વારા બાળકો ને જુદી જુદી ભાષામાં શાકભાજી ના નામ જાણવા મળ્યા.