"ગિજુભાઈ બધેકા" બાળમેળો"
ઉદ્દેશ :
બાળકોમાં રહેલા કૌશલ્યોની ખીલવણી, આવડત તથા સુષુપ્ત, સર્જનાત્મક શક્તિઓનો વિકાસ સધાય એબાળકોમાં રહેલા કૌશલ્યોની ખીલવણી, આવડત તથા સુષુપ્ત, સર્જનાત્મક શક્તિઓનો વિકાસ સધાય એ હેતુથી રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા જી.સી.ઈ.આર.ટી.ના માધ્યમથી બાળમેળાનું આયોજન થાય છે હેતુથી રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા જી.સી.ઈ.આર.ટી.ના માધ્યમથી બાળમેળાનું આયોજન થાય છે.
બાળકમાં રહેલા કલાકારને ઓળખી તે જાતે દસ આંગળીઓથી કવિતા કરતો થાય એનું નામ બાળમેળો. બાળમેળો એટલે બાળકોને નવું-નવું શીખવાનું જાણવાનું મળે, પ્રવૃત્તિમય બને અને ઉત્સાહી બને એવો શિક્ષણનો મેળો. આવા બાળમેળાઓ આપણા ગુજરાત રાજ્યની દરેક પ્રાથમિક શાળાઓમાં દર વર્ષે યોજવામાં આવે છે જેમાં દરેક બાળક પ્રવૃત્તિશીલ રહી પોતાની સુષુપ્ત શક્તિનો વિકાસ કરવાનો પ્રયત્ન કરે છે.
સંકલ્પના :
ભાર વિનાનું ભણતર નો ઉદેશ્ય સિધ્ધ કરવા અનેક વિવિધ કાર્યકર્મ અને પ્રવૃત્તિઓ રાજ્યભરમાં કરવામાં આવે છે. તેના ભાગ રૂપે બાળકોને ખૂબ ગમતી પ્રવૃત્તિ એટલે બાળમેળો. અને હવે તો ધોરણ 1 થી 5 માં આનંદદાયી અને પ્રવૃત્તિમય બાળમેળો અને ધોરણ 6 થી 8 જીવન કૌશલ્ય આધારિત બાળમેળો ઉજવવામાં આવે છે.
બાળમેળો એટલે સર્જન, અને સર્જન એટલે....
સંખ્યાબંધ, વૈવિધ્યપૂર્ણ અને મૌલિક પ્રતિચારો નિપજાવતી વિચારણા માટેની શક્તિઓનો સમૂહ.
ઉપયોગી સુસંગત, સુચારું અને મૂલ્યવાન પ્રક્રિયા.
આંતરિક વર્તનો અને અનુભૂતિ દર્પણ.
ટૂંકમાં બાળમળો એટલે બાળકોની સર્જનાત્મક શક્તિનું ખુલ્લું અને મુક્ત પ્રદર્શન જેનો મુખ્ય ઉદેશ્ય છે. સર્જનાત્મક શક્તિનું નિર્માણ.
બાળકોને ગમતા અધ્યયન અનુભવો પોષક અને બળવત્તર બનાવવા.