‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત’ અભિયાનની ઉજવણી અંતર્ગત તારીખ30/6/2025ના રોજ અમારી અજુપુરા પ્રાથમિક શાળામાં વકૃત્વ સ્પર્ધા અને નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.
સવારે પ્રાર્થના કાર્યક્રમ બાદ ધોરણ પાંચ થી આઠ ના 20 સ્પર્ધકો દ્વારા વકતૃત્વસ્પર્ધા નું આયોજન થયું .જેનો વિષય હતો’ જંકફૂડ ને જાકારો.’વિષય અંતર્ગત બાળકોએ પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. ધોરણ 5 થી 8 ના ઘણા બાળકોએ સુંદર વક્તવ્ય આપ્યું. નિર્ણાયક શ્રી કલ્પનાબેન અને શિરીનબેન ના ગુણાંકનને આધારે પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર આપવામાં આવ્યો. જેમાં
પ્રથમ નંબર નિલેશ મનુભાઈ પરમાર (ધોરણ-૮)
દ્વિતીય નંબર માહી(ધોરણ -૮) અને
તૃતીય નંબર પિનલ(ધોરણ -૭) ને આપવામાં આવ્યો.
વિશ્રાંતિ બાદ નિબંધ લેખન સ્પર્ધા શરૂ કરવામાં આવી. બાળકોની બેઠક વ્યવસ્થા અને લેખન માટે જરૂરી સામગ્રી આપી. લેખન સ્પર્ધામાં બાળકોને એક કલાકનો સમય આપવામાં આવ્યો. બાળકોએ પોતાના વિચારો સુંદર અક્ષરોમાં કાગળ પર કંડાર્યા. લેખન કૌશલ્ય, વિષય અનુરૂપતા, ભાષા શૈલી તથા ભાષા શુદ્ધિ જેવા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને નિર્ણાયક શ્રી.હેતલબેન અને બી.એડ તાલીમાર્થી શ્રી. ના ગુણાંકનને અંતે પ્રથમ ,દ્વિતીય અને તૃતીય વિજેતા નંબર આપવામાં આવ્યા, જેમાં ..
પ્રથમ નંબર ધોરણ -7 મેહુલકુમાર,
દ્વિતીય નંબર ધોરણ -8 નિલેશકુમાર અને
તૃતીય નંબર ધોરણ -8 માહીબેન ને આપવામાં આવ્યો.
અંતે,શાળાના આચાર્યશ્રી.કમલેશભાઈ એ ભાગ લેનાર અને વિજેતા બાળકોને અભિનંદન પાઠવ્યા.