ઇકો ક્લબ અંતર્ગત અહેવાલ લેખન : (ઓગસ્ટ માસ)
અમારી અજુપુરા પ્રાથમિક શાળામાં દર વર્ષે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે આ વર્ષે પણ અમારી શાળામાં તારીખ 27/8/2022 ને શનિવારના રોજ વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળાના મેદાનમાં સૌપ્રથમ ખાડા તૈયાર કરવામાં આવ્યા હતા તથા માધ્યમિક શાળાના મેદાનમાં પણ ખાડા તૈયાર કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓને વૃક્ષોનો મહિમા વિશે ટૂંકમાં પ્રવચન આપવામાં આવ્યું હતું. શાળામાં તુલસી બારમાસી કુંવરપાઠું જાસુદ લીમડો જેવા વૃક્ષો નર્સરી માંથી લાવવામાં આવ્યા હતા તૈયાર રખાયેલા ખાડામાં શાળાના આચાર્યશ્રીએ એક વૃક્ષ રોપી પાણી પાયું હતું ત્યાર પછી વિદ્યાર્થીઓ દ્વારા જુદા જુદા ખાડાઓમાં વૃક્ષો હું રોપવામા આવ્યા હતા. વૃક્ષો આપણા મિત્રો પર વિવિધ કાર્યક્રમો પણ કરવામાં આવ્યા હતા જેમા ચિત્ર સ્પર્ધા વકૃત્વ સ્પર્ધા કરવામાં આવી હતી આ વૃક્ષારોપણ કાર્યક્રમ અમારી માટે આનંદનું પર્વ બની રહ્યું હતું.