પ્રવાસ : 2022 -23
"ફરે તે ચરે અને બાંધ્યું ભૂખ્યું મરે" અર્થાત પ્રવાસ કરવો એ વિદ્યાર્થીઓએ માટે એક ખાસ અનુભવ જન્ય જ્ઞાન મેળવવાનો અવસર. પ્રાથમિક શાળા અજુપુરાથી ચાલુ વર્ષે શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરેલ. જેના સ્થળો અટલબ્રીજ, મહાત્મા મંદિર,સાયંન્સ સિટી અને અજુપુરા પરત. પ્રવાસની તારીખ : ૧૫/૦૨/૨૦૨૩ ને બુધવાર રાખેલ. બાળકોની સંખ્યા એક બસની 52 થયેલ હતી.
અહેવાલ
(તારીખ. 15/02/2023, બુધવાર)
શૈક્ષણિક પ્રવાસ 2023-અજુપુરા પ્રાથમિક શાળા
અમારી શાળામાંથી તારીખ 15/02/2023 ના રોજ પ્રવાસ માટે અમદાવાદ સાયન્સ સીટી ખાતે લઇ જવાનું આયોજન કર્યું હતું .જેમાં આજ રોજ સવારે 5 વાગે બાળકો ને. શાળા માં બોલાવ્યા હતા અને શિક્ષકો પણ સવારે હાજર રહ્યા .ત્યાર બાદ બધા બાળકો આવ્યા બાદ નંબર પ્રમાણે હાજરી પૂરી અને પછી અમે લક્ઝરી બસ માં પોતાની સીટ મુજબ બેઠા અને અમારો પ્રવાસ શરૂ થયો.
(1) અટલ બ્રીજ :
બસ માં અમે ખૂબ મજા કરી અને સવારે 7 વાગે અમે સૌપ્રથમ અમદાવાદ ખાતે આવેલ અટલબ્રીજ પહોંચ્યા અને ત્યાં અમે ટિકિટ લઈ બ્રિજ જોવા ગયા. ખૂબ જ અદભૂત નિર્માણ બ્રીજનું કરવામાં આવ્યું છે જે સાબિતી પૂરે છે કે ગુજરાત અને ગુજરાતીઓ બીજા દેશ અને શહેરની પાછળ નથી. અદભૂત નિર્માણ જ્યાં બ્રીજના બંને છેડા વિદ્યાર્થીઓએ નિહાળ્યા. સાબરમતી નદી અને ખૂલ્લું આકાશ જાણે વિદેશમાં ફરી રહ્યા હોય તેવી અનુભૂતિ વિદ્યાર્થીઓએ અને શિક્ષકોને થઈ. અને આવા નજરને કેમેરામાં કેદના ના કર્યા તો શું કર્યું ? ઘણા ફોટા અને સેલ્ફી પાડી મજા બમણી કરી.
(2) ફલાવર શૉ :
એજ વિસ્તારમાં ફ્લાવર શૉ અમે ફ્લાવર શો જોવા ગયા અદભૂત અને ખૂબ રમણીય, અહ્લાદક નજરને વિશ્વાસન થાય તેવી કારીગરી ફૂલો સાથે કરેલ હતી. સાથે બાળકોને રમવાના કેટલાક સાધનો જેવા કે વિવિધ પ્રકારની લપસણી અને હીંચકા અને બીજી પણ ઘણી નાની-મોટી રાઈડ આ જોઈને બાળકોને તો મજા જ મજા! સાથે ત્યાં ચેસ બોર્ડ ખૂબ વિશાળ બનાવેલ હતું જેની માહિતી વિદ્યાર્થીઓને આપવામાં આવી. આવા અદભૂત નજરમાં આપણી યાદોને યાદગાર બનાવવા ઘણા ફોટા પાડ્યા અને ખૂબ મજા કરી.સમય થતાં સૌ 11 વાગે બસ માં બેસીને ગાંધીનગર ખાતેના મહાત્મા મંદિર-દાંડી કુટીરની મુલાકાત લેવા નીકળ્યા.
(3) મહાત્મા મંદિર - દાંડી કુટીર :
પ્રવાસની સીઝન હોય ત્યાં અમારા સિવાય બીજી પણ શાળાઓ મુલાકાત માટે આવેલ હતી. આથી અમોને થોડો સમય બેસવા જણાવેલ અને તેઓને ઉલ્લેખ કરેળ કે અહી અમને સૌને ઈયર ફોન અને તેનું ડિવાઇઝ આપવામાં આવશે અને જ્યાં જે ઘટના જોવા જઈશું ત્યાં તેની જાતે સેન્સરથી એની વિષે માહિતી સાંભળવા મળશે જે જાણી અમારામાં એના વિષે જાણવાની કૂતૂહલતા સહજ જ વધી ગઈ. થોડું બહાર બેસી પછી અમને અંદર 12 :30 વાગ્યે લેવામાં આવ્યા. તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોને ઈયર ફોન ડિવાઇઝ આપવામાં આવ્યા. અને અમારી મહતમાં ગાંધીજી બાપુના જીવન પ્રસંગો માણવાની સફર શરૂ થઈ. ગાંધીજીના જન્મ પ્રસંગ એમના બાળપણ વિષેની રાજા હરીશચંદ્ર વિષેની સત્ય બોલવાનો પ્રસંગ અને તેમના ભાઈ અને બાપુજી સાથે બનેલ ઘટનાઓની માહિતી ઓડિયો-વિઝ્યુલ માધ્યમથી જોઈ ગાંધીજીના જીવન પ્રસંગો વિષે 3 માળ સુધીની આવી પ્રદર્શીની માણવાની ક્યારેય ન ચુકાય. એવો અનુભવ કે જાણે ગાંધીજી સાથે આપણે પણ દક્ષિણઆફ્રિકામાં થયેલ અન્યાયની લડત કરતાં હોય,જાણે આપણે પણ દાંડી યાત્રા, ગોડમેજી પરિષદ, ટ્રેનમાં થયેલ એમનો રંગભેદની નીતિનો અનુભવ અને આઝાદીની લડતમાં આપણે પણ એમની સાથે હોય એવો અનુભવ. ખરેખર આ અનુભવ વિદ્યાર્થીઓને અચૂક કરાવવો જોઈએ જેથી આપણી આઝાદીની લડત અને સ્વતંત્રતાનું મહત્ત્વ અને એક એવો માનવી કે જેને પોતાના દેશવાસીઓની ચિંતા કરી અને એક પોતડી પહેરી સત્ય અને અહિંસાના માર્ગે ચાલી અંગ્રેજોને તગેડી મૂક્યા.આવા યુગ મહાત્મા વિશેની ટેક્નોલોજીનો ઉપયોગ કરી બનાવેલ પ્રત્યક્ષ અનુભવ સહની માહિતીની જાણકારી જે વિદ્યાર્થીઓ ઇતિહાસ ભણતા અઘઘરી લાગે તે સરળતાથી યાદ રહી શકે તેવો અનુભવ દાંડીકુટીરનો રહ્યો સાથે નીચેના ગ્રાઉંડ ફ્લોર પર ડિઝિટલ સાહિત્ય પણ ઉપલબ્ધ હતું જે જોઈ ટેક્નોલેજી સહ લોકોમાં - વિદ્યાર્થીઓમાં બાપુ જેવા મહાન વ્યક્તિત્વ વિષે જાણવાની અને શીખવા માટે સરકારશ્રી નો અદભૂત પ્રયત્ન. તેને બનાવનાર અને વિચારને નિર્માણ કરી આકાર આપનાર તમામને ખૂબ ખૂબ અભિનંદન આપવા ઘટે.
(4) સ્વામીનારાયણ ધામ કૂડાસણ:
બપોરનો સમય અને દરેકને પોતાના પેટ બોલાવે તેવી સ્થિતિમાં અમે નીકળ્યા અમારા ભોજન માટેના સ્થળે જેનું નામ હતું સ્વામીનારાયણ ધામ, કૂડાસણ. અમે 1:45 વાગ્યે કુડાસણ સ્વામીનારાયણ મંદિર પહોંચ્યા. અગાઉથી નક્કી કર્યા મુજબ મનીષભાઇ પટેલ દ્વારા મંદિરમાં પ્રસાદી માટેનું આયોજન કરેલ હતું. વિદ્યાર્થીઓને શુધ્ધ અને સાત્વિક ભોજન લીધું.મનીષભાઇના આગ્રહ સહ મંદિરમાં અમે મંદિરે દર્શન કર્યા ત્યાં જોવાલાયક પ્રદર્શન કે,જેમાં મીરર મેઝ.અને ભૂલભૂલૈયા તેમજ હોરર શો જે જોઈ વિદ્યાર્થીઓએ ખૂબ મજા કરી. હોરર શો જોઈ બધા બાળકો અને અમે પણ ડરી ગયા અને ભૂલભૂલૈયા માં પણ અમે રસ્તો ભૂલી ગયા .કેટલાક બાળકો ડરી ગયા અને મીરર મેઝ માં પણ અરીસા ના કાચમાં અથડાઈ ને ખુબ મજા કરી.આવી સેવાનો લાભ મનીષભાઇ પટેલને મળ્યો અને તેમણે તેનો દિલથી સ્વીકાર કર્યો એ બદલ એમનો દિલથી આભાર!
(5) સાયન્સ સિટી :
દરેક વિદ્યાર્થીના ઇંતજારનું સ્થળ એટલે અમદાવાદ સાયન્સ સિટી. અમે 3 વાગે સાયન્સ સીટી પહોંચ્યા. અમે ટિકિટ લઈ અંદર પ્રવેશ કર્યો.
Thrill Ride
પ્રથમ અમે 3D રાઈડ ફિલ્મની મજા 3D ચશ્મા પહેરીને માણી.રાઈડમાં અમને ખૂબ મજા આવી જેમાં ડાયનાસોરની 3D ઇફેક્ટ જોઈ નવાઈ સાથે મજા આવી. અમે પણ આવી 3D ફિલ્મ શાળામાં પણ બતાવવામાં આવશે તેવું શાળાના આચાર્યશ્રીદ્વારા કહેવામાં આવ્યું.
Hall of Space
બાદ આગળનો પડાવ એટલે હૉલ ઓફ સાયન્સ જ્યાં વિજ્ઞાનને લગતા અવનવા પ્રયોગોનું નિદર્શન બે માળ સુધીનું હતું તે બાળકોએ વિજ્ઞાનના પ્રત્યક્ષ અનુભવો કરી નિહાળ્યું. જેમાં ઉર્જાને લાગત કેટલાક પ્રયોગો, આઘાત-પ્રત્યાઘાતને લગતા પ્રયોગ, બાળને દબાણને લગતા પ્રયોગ, જાદૂઈ પ્રયોગ તથા માસ કોમ્યુનીકેશન અને ઇન્ટરનેટ અને કોમ્યુનીકેશન ટેક્નોલૉજી બાબતોના ખૂબ ઉમદા પ્રયોગો જોઈ વિજ્ઞાન વિષયને સાર્થક કર્યો.
Mission To Mars Ride
ત્યારબાદનો આગળનો પડાવ એટલે Mission To Mars Ride, આ રાઈડ્સ માટે મંગળયાનમાં બેઠા હોય તેવો અનુભવ આપનારી હતી તેમાં મંગળ ગ્રહ પરની માહિતી પ્રત્યક્ષ અનુભવ કર્યો.
Aquatic Gallery
બાદનો આગળનો પડાવ એટલે માછલીઓની દુનિયા Aquatic Gallery, ખૂબ અદભૂત નિર્માણ કરી બનાવવામાં આવેલ ગેલરી , જ્યાં અમે અવનવી માછલીઓ રંગબેરંગી તેમજ નાની મોટી માછલીઓ જોઈ વિદ્યાર્થીઓએ વિવિધ પ્રકારની માછલીઓ જોઈ ખૂબ આનંદ અને નવું જોવાનની ખૂશી તેમના મોં પર છલકાતી જોવા મળી. ખુશીથી પોતાના ફોટા વિવિધ માછલીઓ સાથે પડાવ્યા.
ત્યાંથી 6 વાગે અમે બહાર નીકળી ને અમે રોબોટિક્સ જોવા ગયા ત્યાં ટિકિટ લઈ ને પછી અમે રોબોટ જોયો ત્યાંના માણસે અમને રોબોટ વિશેની સરસ માહિતી આપી.રોબોટ નો ઉપયોગ તેમજ રોબોટના પ્રકાર અને રોબોટ ક્યાં ક્યાં ઉપયોગ થાય છે?તે જોયું અને પછી અમે ત્યાં ફોટા પડાવ્યા અને રોબોટ સાથે પણ બધા સાથે સેલ્ફી લીધી અને પછી રોબોટ ની બધી માહિતી મેળવી.
અમે 9 વાગે બહાર નીકળ્યા અને પછી ત્યાંથી અમે નજીકમાં આવેલા સ્વામનારાયણ મંદિર ધામ માં જમવાની વ્યવસ્થા કરી જેમાં અમે ઈડલી સંભાર ખાધા.અને પછી 10 વાગે જમ્યા બાદ અમે ત્યાંથી બસમાં બેસીને ઘર તરફ આવવા નીકળ્યા બધા બાળકો ખૂબ થાકી ગયા હતા તેથી બધા સૂઈ ગયા પછી કેટલાક બાળકો છેલ્લે છેલે ગુજરાતી ગીતો બસમાં વગાડ્યા અને ખૂબ ડિસ્કો કર્યો મોજ કરી અને ત્યાર બાદ છેલ્લે અમે 11 .30 અમારી શાળામાં આવી ગયા અને પછી રાત્રે બધા બાળકોના વાલી બાળકો ને લેવા આવ્યા હતા તેથી પોતપોતાના બાળકો વાલીઓને સોંપી દઈ ને પછી અમે શિક્ષકો ત્યાંથી છૂટા પડ્યા .આ રીતે અમારો આ પ્રવાસ ખુબ સરસ રીતે પૂર્ણ થયો.....