પ્રાથમિક શાળા અજુપુરા, તા.જી.આણંદ ખાતે તા. 12/07/2025, શનિવારના દિવસે “આનંદદાયી શનિવાર”ની ઉજવણી આનંદપૂર્વક અને ઉત્સાહભેર કરવામાં આવી. આ વિશેષ દિવસે વિદ્યાર્થીઓ માટે વિવિધ શૈક્ષણિક અને સહશૈક્ષણિક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું.
પ્રારંભમાં, શ્રી શીરીનબેન દ્વારા સૌમ્ય અને આધ્યાત્મિક માહોલમાં પ્રાર્થના ગવડાવવામાં આવી તથા વિદ્યાર્થીઓને સહસ્વરે શીખવવામાં આવી. ત્યારબાદ ૧ થી ૧૦ દાવ ઉભા અને બેઠકના ૫ દાવ જેવી ફિઝિકલ એક્ટિવિટીઝની તાલીમ આપી વધુ ચેતનશીલ અને સક્રિય બનવાની પ્રેરણા આપવામાં આવી.
આનંતર, વર્ગવાર શિક્ષિકા બહેનો દ્વારા વિવિધ રસપ્રદ અને શિક્ષણસભર પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું. જેમાં બાળગીતો દ્વારા ભાવનાઓ વ્યક્ત કરાવી, અભિનયગીતોથી વિદ્યાર્થીની અંદરની અભિવ્યક્તિને outgoing બનાવવામાં આવી. રમતો દ્વારા ટીમ વર્ક અને સ્પર્ધાત્મક ભાવના વિકસાવવામાં આવી. સાથે સાથે કોયડાઓ દ્વારા બુદ્ધિ વિકાસને ઉજાગર કરવામાં આવ્યો. TLM (Teaching Learning Material) નિર્માણ દ્વારા વિદ્યાર્થીની સર્જનાત્મકતા અને કાર્યક્ષમતા વધારવાનો પ્રયાસ થયો.
આ તમામ પ્રવૃત્તિઓ શિક્ષણને રસપ્રદ બનાવતી, વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ ઊભો કરતી અને શાળામાં આનંદમય વાતાવરણ સર્જતી હતી. શાળાના તમામ શિક્ષકવર્ગનો અને વિદ્યાર્થીઓનો ઉત્સાહ નોંધનીય રહ્યો.
આ રીતે, “આનંદદાયી શનિવાર”નું આયોજન સફળ અને સ્મરણિય બની રહ્યું.