શાળા સલામતી અંતર્ગત ચાલુ વર્ષ : 2023-24 માં વિદ્યાર્થીઓને ઓચિંતી આવી પડતી આફતમાં કેવી રીતે બચવું અને પ્રાથમિક સારવાર સ્વરૂપે શું કરી શકાય તે અંગે ની સમજ વિદ્યાર્થીઓને આપવામાં આવી. તા. 10/10/2023 ના રોજ શાળામાં પ્રાર્થના સભામાં આ અંગેની જાણ વિદ્યાર્થીઓને કરવામાં આવી કે આજ રોજ શાળા સમયમાં એક નિશાન સ્વરૂપ અવાજ આપવામાં આવશે અને આપે તે સમયે સમય સૂચકતા વાપરીને જાણે ભૂકંપ આવ્યો હોય તેમ જાણી આપત્તિ અને વ્યવસ્થાપનની ટુકડીઓએ ચપળતાથી પોતાનું સ્થાન લઈને શાળાના વિદ્યાર્થીઓને બચાવવા માટે ગોઠવાઈ જવાનું રહેશે. જે અંગેની પ્રવૃતિની તસવીરો આપ નીચે નિહાળી શકશો. ખરેખર આપત્તિ અને વ્યવસ્થાપન ટુકડીઓએ તેમના સાથી શિક્ષકશ્રી ની મદદ થી ખૂબ જ ઉત્તમ રીતે મોક ડ્રીલ કરી અને વિદ્યાર્થીઓના આપત્તિ સમય કેવી રીતે આપણે બીજાને ઉપયોગી થઈ શકી એ અને પોતાના અને બીજાના જીવ બચાવી શકી એ જે અંગેનો વિદ્યાર્થીઓનો એક ઉમદા અનુભવ પોરો પાડવામાં આવ્યો.