શાળા પ્રવેશોત્સવ : 2023-24
તારીખ 13 /6 /23 ના રોજ અજપુરા પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. સવારે 11:30 કલાકે શાળાના આંગણમાં પદાધિકારી શ્રી અને અધિકારીશ્રીઓનુ આગમન થયું. ત્યારે શાળાની બાલિકાઓ દ્વારા કુમકુમ તિલક, પુષ્પ આપી તેમનું સ્વાગત કરવામાં આવ્યું.
આ કાર્યક્રમના મુખ્ય મહેમાન શ્રી બળવંતસિંહ (બાંધકામ સમિતિના ચેરમેન ) , લાઇઝન ઓફિસર શ્રીમતી દક્ષાબેન ( સી.આર.સી, ગામડી) , અન્ય અધિકારીશ્રી અને ગ્રામજનો સર્વેનુ પુષ્પથી સ્વાગત કરવામાં આવ્યું. કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષિકા બેન શ્રીમતી હેતલબેન તથા શાળાનો એક વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીદ્વારા કરવામાં આવ્યું હતું.સૌપ્રથમ કાર્યક્રમની શુભ શરૂઆત મહેમાનશ્રીઓના વરદ હસ્તે દીપ પ્રાગટ્યથી કરવામાં આવ્યું.દીપ પ્રાગટ્ય બાદ પ્રાર્થના કરવામાં આવી પ્રાર્થના અજુપુરા પ્રાથમિક શાળાની બાળાઓદ્વારા રજૂ થઈ. ત્યારબાદ શાળાના આચાર્ય શ્રી કમલેશભાઈ દ્વારા શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું. આંગણે પધારેલ મુખ્ય મહેમાનશ્રીતથા અધિકારીશ્રીઓ પદાધિકારીશ્રીઓઅને તમામ મહેમાનો નું પુષ્પગુચ્છ અને પુસ્તકથી સ્વાગત કરવામાં આવ્યું.
આંગણવાડી. બાલવાટિકા અને ધોરણ એક માં નવીન પ્રવેશપાત્ર બાળકોનો પ્રવેશ કાર્યક્રમ કરવામાં આવ્યો. ત્યારબાદ ધોરણ ત્રણ થી આઠ ના શ્રેષ્ઠ તેજસ્વી તારલાઓ નું સન્માન તેમજ 100 ટકા હાજરી હોય તેવા બાળકો અને તેના વાલીશ્રીનું સન્માન કરવામાં આવ્યું.
અજપુરા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીસોહનકુમાર દ્વારા બેટી બચાવો વિષય પર અમૃતવચન રજૂ કરવામાં આવ્યા. મુખ્ય મહેમાનશ્રી અને અધિકારીશ્રીના વરદ હસ્તે શાળામાં ખાસ યોગદાન આપેલ વ્યક્તિ ,દાતાશ્રીઓનું પણ પુષ્પગુચ્છ અને શોલ દ્વારા સન્માન કરવામાં આવ્યું. ત્યારબાદ મુખ્ય મહેમાન શ્રી દ્વારા પ્રેરક ઉદબોધન થયું.શાળા પરિસરની મુલાકાત, એસ.એમ.સી બેઠક કરવામાં આવી. શાળા વિકાસની સાથે આગામી આયોજનની રજૂઆત કરવામાં આવી. અતિથિ વિશેષ તથા અધિકારીશ્રીના વરદ હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું.
આ કાર્યક્રમમાં અંતે શાળાના શિક્ષિકા બહેન શ્રીમતી ખૈરુન્નીશા બહેન દ્વારા આભાર વિધિ કરવામાં આવી .અંતે રાષ્ટ્રગીતના ગાન બાદ કાર્યક્રમ પૂર્ણ થયો હતો.
અંતે તમામ વિદ્યાર્થીઓ અને મહેમાનશ્રી ,smc સભ્યોએ તિથિ ભોજન લીધું.
શાળા પ્રવેશોત્સવ : 2022-23
શાળા પ્રવેશોત્સવ ફાઇલ PDF ડાઉનલોડ કરવા અહી કિલક કરો :