તા:21/6/2023
વાર:બુધવાર
આજ રોજ અમારી અજુપુરા પ્રાથમિક શાળામાં "વિશ્વ યોગ દિવસ" ની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં શાળાના આચાર્યશ્રી, સૌ શિક્ષક મિત્રો તેમજ શાળાના તમામ બાળકો ઉપરાંત શાળામાં આવેલ બી. એડ. કોલેજના તાલીમાર્થી ભાઈ બહેનોએ ભાગ લીધો હતો. ભારતીય સંસ્કૃતિ મુજબ યોગ ની શરૂઆત સંસ્કૃત શ્લોક સાથે કરવામાં આવી હતી.
બધા પોતાની બેઠક વ્યવસ્થા પ્રમાણે બેસી ગયા હતાં. ત્યારબાદ સૌ પ્રથમ અમારી શાળાના શિક્ષકશ્રી દ્વારા યોગ નું મહત્વ સમજાવ્યા બાદ વિશ્વ યોગ દિવસ વિશે માહિતી આપવામાં આવી હતી..
ત્યારબાદ સૌ પ્રથમ ઓમકાર પ્રાણાયામ કરાવવામાં આવ્યા હતા..ત્યાર પછી યોગાસનો જેવા કે તાડાસન,વૃક્ષાસન, ત્રિકોણાસન,મત્સ્યાસન, ભુજંગાસન કરાવવામાં આવ્યા હતા…આ ઉપરાંત બટરફલાય આસન તેમજ શવાસન પણ કરાવવામાં આવ્યા હતા..ત્યારબાદ શાળાના અન્ય શિક્ષક દ્વારા આ પ્રકારના યોગ કરવાથી શુ ફાયદા થાય તે પણ સમજાવવામાં આવ્યું હતું..
આમ, સમગ્ર આયોજન ખૂબ સરસ અને સફળ રહ્યું હતું.