તારીખ 27/07/24 ને શનિવારના રોજ અજુપુરા પ્રાથમિક શાળામાં વિવિધ વિષયોમાં સમાવિષ્ટ વિષયવસ્તુને આધારે બેગલેસડેની પ્રવૃત્તિ કરવામાંઆવી. અમારી આ પ્રવૃત્તિ વર્ગખંડમાં કરવાની પ્રવૃત્તિ હતી. આગામી આયોજન અનુસાર જુલાઈના છેલ્લા સપ્તાહમાં કરવાની હોઈ પ્રથમસત્રના વિષયવસ્તુને ધ્યાનમાં રાખી ને આ પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું.
પ્રવૃત્તિના અમલીકરણ પૂર્વે તે પ્રવૃત્તિમાં કઈ કઈ વસ્તુની જરૂરિયાત છે? તેની બાળકોને માહિતી આપવામાં આવી હતી .ધોરણ 6 થી 8 ના બાળકોની બેઠક વ્યવસ્થા ગોઠવી ત્યારબાદ પ્રવૃત્તિ કરાવવામાં આવી.
આજની પ્રવૃત્તિમાં બ્યુટીશિયન સાથે મુલાકાત તથા મેકઅપ , નેલ આર્ટ અને મહેંદી ડિઝાઇન દ્વારા બાળકોને વ્યવસાયલક્ષી શિક્ષણ મળે તે પ્રયાસ હતો. અજુપુરા ગામ પાસેના વાઘપુરા ગામની દીકરી હેમાંગીબેન મહેન્દ્રસિંહ પરમારઅને હાલ ઉતરસંડા ગામમાં પોતાનું બ્યુટી પાર્લર તથા ક્લાસીસ ચલાવી પગભર છે તેમનીઅમારીશાળામાંમુલાકાતગોઠવવામાં આવી હતી. સૌપ્રથમ આચાર્યશ્રી તથા શિક્ષિકા બહેનો દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું અને ત્યારબાદ પ્રવૃત્તિની શરૂઆત થઈ.
સૌપ્રથમ હેમાંગી એ પોતાનો પરિચય આપ્યો. ત્યારબાદ વિદ્યાર્થીઓ એ વ્યવસાયલક્ષી પ્રશ્નો પૂછી માહિતી એકત્ર કરી હતી. હેમાંગીબેન અને તેમની ટીમ દ્વારા મેકઅપ, નેલ આર્ટ તથા મહેંદીની નવી ડિઝાઇન શીખવવામાંઆવ્યું.બાળકો જાતે પ્રવૃત્તિ કરી શકે અને સમજ મેળવી શકે તે પ્રમાણેની બેઠક વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. બાળકોએ વિવિધ પ્રશ્ન પૂછી વધુ માહિતી પ્રાપ્ત કરી હતી. સાથે સાથે મેકઅપ અને નેલ આર્ટમાં કઈ કઈ બાબતોનું વિશેષ ધ્યાન રાખવાનું છે તેની માહિતી પણ આપવામાં આવી હતી. નેચરલ પ્રોડક્ટ ના ઉપયોગ ની સમજ સાથે સ્કીન માટે શું હાનિકારક અને ફાયદાકારક છે તેની વિશેષ માહિતી બ્યૂટીશિયન દ્વારા આપવામાં આવી હતી. બાળકોને અલગ-અલગ જૂથમાં બેસાડી અને નેલ આર્ટ તથા મહેંદી ડિઝાઇનની પ્રવૃત્તિ કરાવી જેમાં બાળકોએ રસપૂર્વક ભાગ લીધો હતો.
પ્રવૃત્તિના અંતમાં બાળકો જે શીખ્યા તેને માટે બ્યુટિશિયન હેમાંગી દ્વારા તેમને પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. અને સાચો જવાબઆપનાર વિદ્યાર્થીને તેમણેઇનામઆપી પ્રોત્સાહિત પણ કર્યા હતા .લગભગ ત્રણ કલાકની આ પ્રવૃત્તિ દ્વારા બાળકો નવું જાણી શક્યા અને નવું શીખી શક્યા. પ્રવૃત્તિ પૂર્ણ થયા બાદ બાળકોને અનુકાર્ય રૂપે આ પ્રવૃત્તિને સારી નરસી બાબતો વિશે લેખન તથા અહેવાલ લેખનની પ્રવૃત્તિ આપવામાં આવી.
આમ,આજની મુલાકાત અને વ્યવસાયલક્ષી શિક્ષણ ની પ્રવૃત્તિ જાતે કરી સમજ મેળવી.